01/12/2020

*મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વનબંધુ જિલ્લા ડાંગ માં વનવાસી ખેડૂતોને વ્યાપક સિંચાઇ સુવિધા મળી રહે તે માટે ડાંગ પ્રદેશ ની ૪ મોટી નદીઓ અને તેની પ્રશાખાઓ પર ૨૪ જેટલા મોટા હાઇડ્રોલિક સ્ટોરેજ સ્ટ્રક્ચર ચેકડેમ બનાવવા માટે ૨૬ કરોડ રૂપિયા ના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે**ડાંગ જિલ્લાની પૂર્ણા ગીરા ખાપરી અને અંબિકા નદીઓ તેમજ તેની પ્રશાખા ઉપર આ ચેક ડેમ આહવા સુબીર અને વઘઈ તાલુકાના ૨૪ ગામોમાં નિર્માણ પામશે*.*ડાંગ ની ભૌગોલિક સ્થિતિને કારણે જળ સંગ્રહ સુવિધા નહિવત છે તેમજ ડુંગરાળ અને ઢોળાવવાળા વિસ્તાર હોવાથી પાણી વહી જવાને કારણે ચોમાસા પછી જમીનમાં જળ સ્તર નીચા જતા રહે અને સંગ્રહ થાય તેમ નથી એટલું જ નહિ ,આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ ને કારણે મોટી યોજનાઓ પણ થઈ શકે તેમ નથી.**વિજય ભાઈ રૂપાણી એ વનબંધુ કિસાનોની આ વ્યથા ને પારખીને તેનો સુચારુ ઉપાય શોધવા અધિકારીઓને આપેલી સૂચના ને પગલે સબંધિત વિભાગ ના અધિકારીઓએ ડાંગ ની સ્થળ મુલાકાત લઈ ને આ કામોની શક્યતા ચકાસી આપેલા અહેવાલો ને મુખ્યમંત્રીએ મંજુરી ની મહોર મારી છે*.*આ યોજનાઓ પૂર્ણ થવાથી સારા પ્રમાણમાં વરસાદી પાણી સંગ્રહિત થવાથી ડાંગ ના વનબંધુ ધરતી પુત્રોને વધુ સિંચાઇ સુવિધા મળશે ઉનાળા ની ઋતુ માં પણ પાક લઈ શકશે તેમજ ખેત પેદાશોમાં વધારો થશે અને આર્થિક સ્થિતિ માં સુધાર આવશે*.*આ ઉપરાંત વરસાદની અનિયમિતતા સમયે સંગ્રહ થયેલા પાણીથી પાક બચાવી શકાશે પશુ પ્રાણીઓ ને પીવાના પાણી ની સગવડ મળશે તેમજ ચેકડેમ બાંધકામ થી જળસંગ્રહ ને પરિણામે આજુબાજુના વિસ્તારના ભૂગર્ભજળ સ્તર ઊંચા આવવાથી ખેડૂતોને સિંચાઇની પરોક્ષ સવલતો મળતી થવાની છે*