01/12/2020

અમદાવાદ : રાજ્ય સરકાર LRDની ભરતીમાં OBC વર્ગની મહિલાઓનેમહિલા થયેલા અન્યાય મામલે છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા ચાલી રહેલા છે.

અમદાવાદ : રાજ્ય સરકાર LRDની ભરતીમાં OBC વર્ગની મહિલાઓનેમહિલા થયેલા અન્યાય મામલે છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા ચાલી રહેલા છે. ખુદ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ ભરતીમાં થયેલ અન્યાય અંગ મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી હતી. તો સાથે જ ભાજપના ધારાસભ્યો અને સંસદ સભ્યોએ પણ પત્ર લખ્યા હતા. ત્યારે હવે ગુજરાત પ્રદેશ કોળી સમાજના અધ્યક્ષ ચંદ્રવદન પીઠાવાલાએ પણ સમાજની દીકરીઓને થયેલા અન્યાય મામલે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે કોળી સમાજની એક બેઠક બોલાવી સરકાર સામે બાયો ચડાવી છે.અખિલ ભારતીય કોળી સમાજની આ ગુજરાત પ્રદેશ બેઠકમાં LRDની ભરતીમાં OBC વર્ગની મહિલાઓને થયેલા અન્યાય મામલે આગામી દિવસોમાં દરેક જિલ્લા મથકે OBC,SC અને ST સમાજ ના આગેવાનોને સાથે રાખી જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવે છે. અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે મળેલ આ બેઠકમાં વિજય રૂપાણી સરકારના કેબિનેટ મંત્રી અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટીય અધ્યક્ષ કુંવરજી બાવળીયા પણ હાજર રહેવાના હતા. પરંતુ અગમ્ય કારણોસર કુંવરજી બાવળીયાએ આ બેઠકમાં ગેર હાજર રહ્યા હતા. પરંતુ ગુજરાત પ્રદેશ કોળી સમાજના પ્રમુખ ચંદ્રવદન પીઠાવાલાએ દાવો કર્યો છે કે કુંવરજી બાવળીયાનું અમને સમર્થ મળેલ છે. આ બેઠકમાં ચોટીલા વિધાનસભા બેઠક કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિજ મકવાણા પણ હાજર રહ્યા હતા.