28/01/2021

ભારતના રાષ્ટ્રપતિ દ્વાર જાહેર કરવામાં આવેલ, વિશિષ્ટ સેવા મેડલ આપીને સન્માન કરવામાં આવશે

ભારતના રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલા વિશિષ્ઠ સેવા મેડલ મેળવનારમાં ગુજરાત સીઆઈડી ક્રાઈમના એડીશનલ ડાયરેકટર જનરલ ઓફ પોલીસ ડૉ શમશેરસિંઘ અને અમદાવાદ જિલ્લામાં ડેપ્યુટી પોલીસ સુપ્રીટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા કે ટી કામરીયાની પસંદગી થઈ છે. આ ઉપરાંત 22 પોલીસ અધિકારીઓ જવાનોને પ્રશંસનીય સેવા માટે પોલીસ મેડલ આપવામાં આવશે.પ્રશંસનીય સેવા માટે પોલીસ મેડલ મેળવનાર પોલીસ અધિકારીઓમાં નવસારીના ડીવાયએસપી એસ જી રાણા, જામનગરના અજયસિંહ જાડેજા, સુરતના જે કે પંડયા કલગામના એ એન ધાસુરા, ગોધરાના સી એ પટેલ, સલામતી શાખાના બી એ ચુડાસમા, મરીન ફોર્સના એ જે તળાજીયા અને આર એચ પટેલનો સમાવેશ થાય છે.આ ઉપરાંત સીઆઈડીના પોલીસ ઈન્સપેકટર એસી મલેક, સુરતના સબઈન્સપેકટર એમ સી ચૌહાણ, વાયરલેસ પીએસઆઈ ડી જે વાળા,, સુરતના પીએસઆઈ નટવરલાલા ઉમંરવશી, સુરતના હેડ કોન્સટેબલ નવનીત આહીર અમદાવાદના ગુલાબસિંહ તરાર,, રાકેશ કુુમાર તીવારી જગજીતસિંહ ચાવડા અને આઈબીના એઆઈઓ આર જે રાઠોડનો રાષ્ટ્રપતિ મેડલ માટે પસંદગી પામ્યા છે.