30/09/2020

સુરત રહેણાક મકાન લગી વિકરાળઆગ ત્રણ મકાન આગની લપેટમાં* સુરત ન બેગમપુર વિસ્ત્રાર માં

*સુરત રહેણાંક મકાનમાં લાગી વિકરાળ આગ, ત્રણ મકાન આગની લપેટમાં*સુરતના બેગમપુરા વિસ્તારમાં આવેલા એક જુના અસલ લાકડાના મકાનમાં આજે મોડી સાંજે આગ લાગી હતીસુરતના બેગમપુરા વિસ્તારમાં આવેલા એક જુના અસલ લાકડાના મકાનમાં આજે મોડી સાંજે આગ લાગી હતી. આગ ગણતરીના સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા તાત્કાલીક 10 જેટલી ફાયરની ગાડી ઘટના સ્થળે દોડી ગઇ હતી. મકાન જુનું હોઇ અને લાકડાના સપોર્ટથી તૈયાર થયું હોય આગ આસપાસના ઘરોમાં ફણ ફેલાવાની શરૂઆત થઇ ગઇ હતી. જોકે આગ આસપાસ ફેલાઇ તે પહેલાજ લાશ્કરોએ પાણીનો મારો ચલાવી આગ પર ગણતરીના સમયમાં કાબુ મેળવી લીધો હતો . મકાનને નુકશાન થયું હોય મનપા દ્વારા મકાન ઉતારી પાડવાની નોટીસ પણ આપી દેવામાં આવી હતી.સુરતના રાજમાર્ગ બેગમપુરા ખાતે આવેલ દારૂખાના રોડપરના એક જુના અસ્સલ લાકડાના સપોર્ટ થી તૈયાર કરવામાં આવેલ ગ્રાઉન્ડ પ્લસ વન ફલોરના મકાનમાં આગ ભડકી ઉઠી હતી, જેમાં ઘરમાં લાકડાનો ઉપયોગ વધારે હોવાને કારણે આગ ગણતરીના સમયમાં વિકરાળ બની ગઇ હતી. જેથી પાછળ રાણા શેરીમાં આવેલ અને આગ લાગેલા ઘરને અડિને આવેલ અન્ય ઘરમાં પણ આગ ફેલાઇ હતી. જેમાં કાપડનો જથ્થો હોઇ તેમાં પણ આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું.તંત્ર તાત્કાલીક 10 ફાયરની ગાડીઓ સાથે ઘટના સ્થળે દોડી આવ્યું હતું, અને આસપાસના ટેરેસ પરથી પણ પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ગણતરીના સમયમાં આગપર કાબુ મેળવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.એક બીજા મકાનો અડીને આવેલા હોવાથી બાજુમાં રહેલા મકાનો પણ ખાલી કરાવી લેવામાં આવ્યા હતા, જોકે, ફાયર ફાઈટર પહોંચે તે પહેલા આગે અન્ય બે મકાનને પણ લપેટામાં લઈ લીધા હતા. ટોરેન્ટ પાવર, ગુજરાત ગેસ અને મનપાના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.મનપા દ્વારા તાત્કાલીક મકાનની હાલત જોઇને તોડી પાડવાની નોટીસ આપવામાં આવી હતી. ધારાસભ્ય અરવિંદ રાણા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને ઘટનાને જોઇને જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટના ન બનવી જોઇએ.